CRC કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવણ પ્રદર્શન:વેલવાડા પ્રાથમિક શાળાના બાળકોએ નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગેની વિવિધ કૃતિઓ રજુ કરી

અંબાજી7 દિવસ પહેલા

આજરોજ સમગ્ર શિક્ષા અભિયાન બનાસકાંઠા તેમજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત એક દિવસનું સી.આર.સી.કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરાયું હતું. જેમાં બાળકોએ હાલના સમયમાં ઓછા ખર્ચે સારું કામ થાય, પર્યાવણને નુકશાન ન થાય અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ રીતે કૃતિ બનાવીને સમજ આપી હતી.

કુલ 5 વિભાગ પાડવામાં આવ્યા
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત એક દિવસનું સી.આર.સી.કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ દાંતા તાલુકાના વેલવાડા ખાતેની પ્રાથમિક શાળામાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં કુલ 5 વિભાગ પાડવામાં આવ્યા હતા. જેવા કે, વિભાગ-1 માહિતી અને પ્રત્યાયન ટેક્નોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય, વિભાગ-2 A-ઇકોફ્રેન્ડલી સામગ્રી B-પર્યાવરણ સબધિત ચિંતા, વિભાગ-3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ-4 પરિવહન અને નાવીન્ય, વિભાગ-5 વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ B.આપણા માટે ગણિત આ રીતે વિભાગ પ્રમાણે સી.આર.સી.માં આવતી શાળાઓમાંથી ધોરણ-1થી 5 અને ધોરણ-6થી 8ના બાળકો દ્વારા એક બે કૃતિ લઈને આવેલા હતા.

અલગ અલગ વિભાગોમાં બાળકો અને તેમના માર્ગદર્શક દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી અને હાલના સમયમાં ઓછા ખર્ચે સારું કામ થાય, પર્યાવણને નુકશાન ન થાય અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ રીતે કૃતિ બનાવીને બાળકોએ સમજ આપી હતી.

નાના બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવાનો પ્રયાસ
વિજ્ઞાન, ગણિત અને પર્યાવણ પ્રદર્શન યોજવાનો મુખ્ય હેતુ એ છે કે, નાના બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવી. કઇક નવું કરવાની ઈચ્છાશક્તિ બહાર લાવવી. આમ દરેક વિભાગ પ્રમાણે દરેક કૃતિનું નિર્ણાયકો દ્વારા નિર્દશન કરી વિભાગ પ્રમાણે નંબર પણ આપવામાં આવ્યા અને વિભાગ પ્રમાણે પ્રથમ નંબરે આવનાર બાળકો બ્લોક કક્ષાએ વધુ તૈયારી સાથે ભાગ લઈ શાળા અને ગામનું નામ રોશન કરે તેવી સૌએ શુભેચ્છાઓ આપી હતી.

બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતી. આ કાર્યક્રમમાં પુંજપુર સી.આર.સી.કો.ઓ. વી.એમ.પટેલ, પુંજપુર પે.કેન્દ્ર શાળાના આચાર્ય ચંદુલાલ તથા પેટા શાળાના આચાર્ય, માર્ગદશક શિક્ષકો તથા ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો, વેલવાડા ગામના આગેવાનો હાજર રહ્યા હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા શિક્ષકોએ સારી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...