ચૂંટણી નજીક આવતાં ઉમેદવારો સક્રિય:દાંતા વિધાનસભામાં ટિકિટ માટે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો પ્રજા વચ્ચે સક્રિય બન્યા; સરકારના કામોને લઇને જનસંપર્ક શરૂ કર્યો

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતા વિધાનસભા માં ટિકિટ માટે ઉમેદવારી નોંધાવવા પ્રજા વચ્ચે ઉમેદવારો સક્રિય થયા છે. દાંતા વિધાનસભાની ટીકીટ માટે જનતા વચ્ચે સરકારના કામોને લઇને ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કર્યો છે.

દાંતા વિધાનસભાની ટિકિટ માટે 6થી 7 ઉમેદવારો મેદાને
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ નજીક આવતાં ગુજરાતમાં પ્રચારનો માહોલ જામવા લાગ્યો છે. ગુજરાતમાં હાલના દિવસોમાં દિલ્હીના નેતાઓ આવતા થયા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુરત પણ કર્યા છે. જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો નજીક આવી રહી છે. તેને લઈને સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે. દાંતા વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે મોટાભાગના ઉમેદવારો જનતા વચ્ચે જવા માંડ્યા છે. ત્યારે દાંતા વિધાનસભાની ટિકિટ માટે ભાજપ પક્ષના ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. દાંતા વિધાનસભાની ટિકિટ માટે આશરે 6થી 7 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તો પોતાના વિસ્તારમાં જનતા વચ્ચે જઈ સરકારના કામો અને વિકાસ અને સુશાસનની કામગીરીના વખાણ જનતા વચ્ચે કરી રહ્યા છે. દાંતા વિધાનસભાની ટિકિટ કોને મળશે? કોની કિસ્મત ચમકશે તે હજી નક્કી નથી. તો કોની કિસ્મતમાં હજી રાહ જોવાની લખ્યું છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...