ભાજપના 160 ઉમેદવારો જાહેર:દાંતા બેઠક પર ઉમેદવાર લાધુ પારધીની જાહેરાત કરાઈ, સ્થાનિક નેતાને ટિકિટ મળતા કર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

અંબાજી3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓનો પડખમ વાગી ચૂક્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં ઉમેદવારોની લીસ્ટ જાહેર કરતા આજે દાંતા 10 વિધાનસભામાં આદિવાસી નેતા લાધુ પારઘીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. દાંતા તાલુકામાં સ્થાનિક નેતા લાધુ પારધીને ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે દાંતા ખાતે આદિવાસી નેતા લાધુ પારધીનો દાંતા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફૂલ માળાઓ અને ખેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાધુ પારધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દાંતા 10 વિભાનસભાની ટિકિટ લાધુ પારધીને મળતા લાધુ પારધીએ જણાવ્યું હતું કે, દાંતા વિભાનસભામાં બેઠક પર ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું. તો દાંતામાં સ્થાનિક ઉમેદવાર મળતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે. દાંતા વિધાનસભામાં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસનો વિજય થયો છે. તો તેનું કારણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કમી રહી હશે. હવી અમે દાંતા વિધાનસભા ક્ષેત્રમાં મેહનત સાથે 50,000 થી વધુની લીડ સાથે જીતશું.

અન્ય સમાચારો પણ છે...