પિતા-પુત્રીને કાળ ભરખી ગયો:અંબાજીમાં ગબ્બર ખાતે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો; બાઈક સવાર પિતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત

અંબાજીએક મહિનો પહેલા

શક્તિ-ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન માં જગત જનનીના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે, તો લાખોની સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે અંબાજીના ગબ્બરની નીચે એક બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત થયું છે.

બાઈક સવાર પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત
બનાસકાંઠા વહિવટી તંત્ર દ્વારા મહામેળામાં અકસ્માત ના સર્જાય તેના ભાગરૂપે નવતર પ્રયાસો કર્યા છે. પણ આજે ભાદરવી પૂનમ મહામેળાના ત્રીજા દિવસે એક દુઃખદ ઘટના સામે આવી હતી. તો બાઈક પર સવાર એકને ઇજા થતા 108 મારફતે સારવાર હેઠળ અંબાજીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો અંબાજી પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરાઈ હતી. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અકસ્માતની આ પહેલી ઘટના સામે આવી છે, જેમાં પિતા પુત્રીનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...