કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા અંબાજી મંદિર:ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી

અંબાજીએક મહિનો પહેલા

માં આદ્યશક્તિનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં જગતજનની અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવી પહોંચતા હોય છે. તો સાથે સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા જગતજનનીના દર્શન માટે દરેક નેતા, અભિનેતા મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે.

જગતજનનીના મા અંબાજીના ધામે કોંગ્રેસના નેતા અમિત ચાવડા અંબાજી આવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. મા અંબાના નિજ મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા પરિવાર સાથે ગબ્બર ખાતે પહોંચી માતાજીના અખંડ જ્યોતના દર્શન કરી આશીર્વાદ મેળવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડા સાથે અંબાજી કોંગ્રેસ સમિતિના મહામંત્રી મેહુલ ગઢવી પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...