વાદળ છાયું વાતાવરણ:અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં આજે વેહલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ છવાયા

અંબાજી18 દિવસ પહેલા

અરાવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન માં જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. આજે વહેલી સવાર થી અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડી પવન સાથે આજે વહેલી સવારથી જ અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલા યાત્રાધામ અંબાજી અને અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યો હતો.

કમોસમી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. પણ વાદળછાયું વાતાવરણના લીધે આજે સવારે તડકો ન નીકળવાના કારણે અંબાજી અને અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં ઠંડી પવનનો જોર જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...