નેતાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો:અંબાજીમાં ભાજપના કેન્દ્રીય મંત્રીની સભા યોજાઈ; ગુજરાતમાં 150થી વધુ બેઠક પર જીત થશે: કૈલાશ ચૌધરી

અંબાજી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીઓના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાનું જોર લગાવી પ્રચાર-પ્રસાર કરવામાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકો તરીકે પણ બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં સભા અને રેલીઓ કરી રહ્યાં છે.

જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
તારીખ 22/11/2022ના રોજ અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી સ્ટાર પ્રચારક તરીકે ભાજપની સભા સંબોધી હતી. તો દાંતા 10 વિધાનસભા બેઠક પર તેમને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ગુજરાતમાં 150થી વધુ બેઠક પર જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની જનસભામાં કાર્યકરો અને લોકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...