ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી:દાંતાના મોટા બામોદરા ખાતે ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું; મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં

અંબાજી2 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ ભાગી ચુક્યા છે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીના જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, જ્યારે દાંતા નજીક મોટા બામોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

દાંતા વિધાનસભા ભાજપના ઉમેદવાર લાતુ પારગી દ્વારા કાર્યકર્તાઓ સાથે રહીને ચૂંટણી દરિમયાન ભાજપ કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દાંતા તાલુકાના મોટા બામોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો સાથે જ દાંતામત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાંતાના મોટા બામોદરા ખાતે વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...