કૃષિ રાજ્ય મંત્રીનો પ્રચાર-પ્રસાર:અંબાજીમાં ભાજપ નેતા કૈલાશ ચૌધરી પ્રચાર માટે આવ્યા; દાંતાના ઉમેદવારને જીતાડવાના લક્ષ્ય સાથે જનસભા યોજી

અંબાજી6 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીના પડખમ વાગી ચૂક્યા છે. દરેક પાર્ટીના ઉમેદવારો અને નેતાઓ જીત માટે પોતાનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીમાં હવે કેન્દ્રના નેતાઓ પણ ગુજરાતમાં પોતાના ઉમેદવારો સાથે પ્રચારમાં ભાગ લઈ સભા અને રેલીઓ કરી રહ્યા છે. આ સમયે આજે મંગળવારના રોજ અંબાજી ખાતે કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી ભાજપ ઉમેદવારના પ્રચાર માટે આવ્યા હતાં.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો
આજે મંગળવારે યાત્રાધામ અંબાજી ખાતે કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાતુ પારધીને દાંતા 10 વિધાનસભા બેઠક પર ભારી મતોથી જીતાડવાના લક્ષ્ય સાથે જાહેર જનસભા યોજી હતી. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જનસભામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

ભાજપને વિજય બનાવવા આગ્રહ કર્યો
કૈલાશ ચૌધરીએ આમ આદમી પાર્ટીના દિલ્હીમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈ આકરા પ્રહાર પણ કર્યા હતા. આ સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને લઈ ભાજપની 150થી વધુ સીટો આવશે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરી વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજય બનાવવા માટે આગ્રહ કર્યો હતો.

ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણી પર પાકિસ્તાનની નજર છે
​​​​​​​કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણી પર પાકિસ્તાનની નજર છે તેવું કીધું હતું. સાથે સાથે પાકિસ્તાન નથી ચાહતું કે કોઈ હિન્દુત્વવાદી નેતાની સરકાર બને. કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ જનસભામાં આવેલા કાર્યકર્તાઓ અને લોકોને વિધાનસભા ચૂંટણીઓને લઈ ભાજપને બહુમતીથી જીતાડવાનો આગ્રહ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના દ્વારા કરેલા વિકાસ કાર્યોનું વખાણ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...