થરાદ બેઠક પર શકર ચૌધરીનો વિજય:ભાજપ ઉમેદવાર માઁ જગતજનની અંબાના ધામે પહોંચ્યા; માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા

અંબાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ઉમેદવારોનું પરિણામ આવ્યું છે. તો બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર કોંગ્રેસને 4 બેઠકો મળી છે અને ભાજપને 4 બેઠકો મળી છે, તો એક બેઠક અપક્ષને મળી છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો વિજય થતા બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. તો થરાદના ઉમેદવાર શંકર ચૌધરી માઁ જગતજનની અંબાના ધામે આવી પહોંચ્યા હતા. માઁ અંબાના ધામે આવી શંકર ચૌધરીએ માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...