દાંતામાં જામશે ખરાખરીનો ખેલ:ભાજપના ઉમેદવાર લાધુ પારધીએ ઉમેદવારી પત્ર ભર્યો, દાંતા સ્ટેટના રાજવી સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં

અંબાજી3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પડધમ વાગી ગયા છે. તો હવે વિધાનસભા ચૂંટણીઓના ગણતરીઓના દિવસો બાકી છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરતા આજે દાંતા વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવાર પહોંચ્યા હતા. આજે દાંતા 10 વિધાનસભા ભાજપના ઉમેદવાર લાધુ પારધી ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભાજપના ઉમેદવાર લાધુ પારગી ઉમેદવારી પત્ર ભરવા પહેલા જાહેર જનસભા કરી હતી. ભાજપની દાંતા વિધાનસભામાં કરેલી આ જનસભામાં મોટી સંખ્યામાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તો જીતના વિશ્વાસ સાથે સમર્થકોએ જય ઘોષના નારા લગાવ્યા હતા. દાંતામાં જાહેર જનસભા સંબોધ્યા બાદ ભાજપના દાંતા 10 વિધાનસભાના ઉમેદવાર લાધુ પારગી ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા. દાંતાના મામલતદાર કચેરી ખાતે લાધુ પારધી ઉમેદવારી પત્ર નોંધાવતા લાધુ પારગી સાથે દાંતા સ્ટેટના રાજવી હાજર રહ્યાં હતા. તો સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ પણ ભાગ લિધો હતો.

અન્ય સમાચારો પણ છે...