યાત્રાધામ અંબાજીમાં દિવસે દિવસે બાઈક ચોરી નું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને અંબાજીના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યા થોડા દિવસ પહેલા એક ઘરની બાજૂમાંથી ચોરો બાઈક ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. જે ચોરો બાઈક લઈને ફરાર થતાં અને તેની પાછળ બાઈક માલિક અને આજુબાજુના રહીશો ચોરને પકડવા ભાગતા હોય તેવા CCTV વાયરલ થયા હતા. ત્યારબાદ કાલે એક બાઈક સવાર દિન દહાડે બાઈકનું લોક તોડીને બાઈક લઈ ફરાર થતો CCTVમાં કેદ થયો હતો અને આજે એક ફરી બાઈક ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જેથી અંબાજી પોલીસ આ બાઈક ચોરો સામે સખ્ત કાર્યવાહી કરી ચોરો પર લગામ લગાવે તોવી માગ ઉઠી રહી છે.
આજરોજ અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પાસે આવેલા પંચાયત શોપિંગ સેન્ટર આગળથી ફરી એક ચોરે સવારે 10 કલાકે બાઇક ઉઠાવી છે. આ ઘટનાને લઇ બાઈકના માલિક મુકેશએ અંબાજી પોલીસ મથકે અરજી આપી છે અને અંબાજી પોલીસ તરફથી તેમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. અંબાજી ગામમાંથી બાઈક ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેને લઇને અંબાજીના સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. સાથે સાથે સ્થાનિક લોકો અંબાજીમાં બની રહેલી બાઈક ચોરીની ઘટનાઓને લગામ લગાવા અને બાઈક ચોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.