પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન:E- FRI ને લઈ અંબાજી કોલેજ માં પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંબાજી23 દિવસ પહેલા

ઓનલાઈન FRI માટે વાહન ચોરી હોય કે મોબાઈલ ચોરી હોય હવી થી અરજદારને પોલીસ સ્ટેનશનમાં જવાની જરૂરત નથી. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને ડીજીટાઈલ કરવા માટે E-FRI ની એક સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. E-FRI કરવા માટે સીટીઝન પોટલ કે ગૂગલપલે સ્ટોર પરથી એપ ઇન્સ્ટોલ કરી અરજદાર જાતે જ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. જેથી પોલીસ જાતેજ અરજદારનો સંપર્ક કરી 30 દિવસના અંદર નિકાલ કરવામાં આવશે. હાલમાં E-FRI માં મોબાઇલ ચોરી અને વાહન ચોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં કોઈ જાતની જોરજબરજસ્તી ના કરેલી હોવી જોઈએ. આ પ્રકારની તમામ E-FRIની જાણકારી આજે અંબાજી પોલીસ દ્વારા અંબાજી કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં આપવામાં આવી.

E FRI નો 30 દિવસના અંદર નિકાલ કરાશે
અંબાજી આરાસુરી કોલેજ ખાતે આજે અંબાજી પોલીસ દ્વારા ઇ એફ.આર.આઈ. ના વિશે કોલેજ ના વિધાર્થીઓને માહિતી આપવામાં આવી. ઈ એફ.આર.આઈ. ની તમામ માહિતી વિશે જનજાગૃતિ કાર્યક્રમ અંબાજી પોલીસ દ્વારા કરવા કરવામાં આવ્યો હતો. અંબાજી કોલેજના વિધાર્થીઓને મોબાઈલ ચોરી હોય કે વાહન ચોરી હોય. તો જાતેજ કેઈ રીતે E- FRI કરી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી. જેથી પોલિસ અરજદારનો સંપર્ક કરી E FRI નો 30 દિવસના અંદર નિકાલ કરશે.

અન્ય સમાચારો પણ છે...