અંબાજીમાં શિલ્પોઉત્સવ:શિલ્પ સંકુલ ખાતે અંબાજીનો નવીનીકરણ અને પૂર્ણઉથાન માટે આયોજન કરાયું, આધ્યાત્મિક થીમની વિવિધ આકૃતિઓ બનાવી

અંબાજી3 દિવસ પહેલા

અંબાજીનો નવીનીકરણ અને પૂર્ણઉથાન ભાગ રૂપે અંબાજી આર્ટિજન પાર્ક ખાતે શિલ્પકારોને બોલાવી આધ્યાત્મિક થીમને લઈ વિવિધ પ્રકારની આકૃતિઓ બનાવી અંબાજીમાં વિવિધ સ્થાને સ્થાપિત કરવાના ઉદેશય સાથે દેશના વિવિધ સ્થાનોથી શિલ્પકારોને અંબાજી શિલ્પ સંકુલ ખાતે બોલાવી એમને તમામ પ્રકારની સુવિધાઓ સાથે રાખવામાં આવે છે.

શિલ્પકલા,પથ્થર કંડારવાની કલાનો વિકાસ તથા વ્યવસાયિક તકોના વિકાસમાં રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી સ્ટોન આર્ટિજન પાર્કનો મુખ્ય મિશન છે. શિલ્પ કલાને જીવિત રાખવી તથા તે કલાને વિકસાવવી અને તેમનું જ્ઞાન પ્રદાન કરવું સ્ટોન આર્ટિજન પાર્કનું ઉદ્દેશ છે.

અંબાજીમાં આવેલું સ્ટોન આર્ટિજન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પછાત આદિવાસી બાળકોને શિલ્પકલા શીખવામાં આવે છે અને તેમને રહેવા જમવાની સુવિધાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવતી હોય છે. વિધાર્થીઓને શિલ્પકલા શીખાવી 2 વર્ષનું સ્ટોન આર્ટિજન પાર્ક તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જેથી વિધાર્થીઓ શિલ્પકલા શીખી આગડ તેમનું ઉજ્જવલ ભવિષ્ય બનાવી શકે.

અન્ય સમાચારો પણ છે...