પદયાત્રીઓની સુરક્ષામાં વધારો:અંબાજીમાં મહામેળાના પ્રારંભે ત્રિશૂળીયા ઘાટ રોડ વચ્ચે નેટ બાંધવામાં આવી; એક તરફ પદયાત્રી અને બીજી તરફ ચાલશે વાહનો

અંબાજીએક મહિનો પહેલા

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મહામેળા દરમિયાન ગુજરાતભરમાંથી 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવશે. જેની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસે દુર્ગમ એવા ઘાટ પર યાત્રિકોની સુરક્ષા જળવાઈ રહે તેવા પગલાં લીધા છે. વર્ષોથી ત્રિશૂળીયા ઘાટે અકસ્માત ઝોન છે. તંત્ર દ્વારા દાતાથી અંબાજીનો માર્ગ સિક્સલેન બનાવાયો છે. હવે ભાદરવી પૂનમના મહામેળામાં વાહન ચાલકો પણ અંબાજી સુધી જઈ શકશે.

પદયાત્રીઓની સુરક્ષા જળવા​​​​​​​ઈ રહે તે હેતુથી અઢી કિલોમીટરના ત્રિશૂળીયા ઘાટના માર્ગ પર પોલીસ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિક્સલેનની વચ્ચે ગ્રીન નેટ મારી અને અઢી કિલોમીટરના માર્ગને એક તરફથી પેક કરાયો છે. જેને લઈને પદયાત્રીઓ એક તરફ ચાલશે અને બીજી તરફના માર્ગ પર વાહનો ચાલશે. જેથી પદયાત્રીઓ વાહન ચલાવવાના માર્ગે આવે નહીં અને અકસ્માતો સર્જાય નહીં તેવી વ્યવસ્થા બનાસકાંઠા પોલીસે કરી છે.

અન્ય સમાચારો પણ છે...