કાર્યવાહી:કુંભારીયા ખાતે સરકારી સર્વે નંબર પરનું ધાર્મિક સંસ્થાનું દબાણ હટાવી સીલ કરાયું

અંબાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સર્વે નંબર પર દબાણ નિયમિત કરવાની માંગ ના મંજુર

અંબાજીના કુંભારીયા ખાતે જુદા જુદા બે સરકારી સર્વે નંબર પરના ધાર્મિક સંસ્થાઓનું દબાણ દૂર કરી દાંતા મામલતદાર દ્વારા કબ્જો લઇ સોમવારે સીલ મારવામાં આવ્યું હતું. અંબાજીના કુંભારીયા ખાતે આવેલ સરકારી રેવન્યુ સર્વે નંબર-136 માં અખંડ આનંદ પરમહંશ ગુરુ મંદિર સેવા શ્રમની 1 એકર 15 ગુંઠા જમીન પર ધાર્મિક હેતુ સર દબાણ નિયમિત કરવાની માંગણી કરવામાં આવી હતી.

જે જીલ્લા કલેકટર દ્વારા ના મંજુર કરવામાં આવી હતી. જ્યારે બીજો સરકારી સર્વે નંબર 129/2 પૈકી સરકારી જમીન 3472 ચોરસવાર પર હૈડા ખંડી આશ્રમનો પણ ભાડા પટ્ટો સમાપ્ત થતા તે માંગણી પણ ના મંજુર કરી બાંધકામ સહીતનો કબ્જો સોમવારે મામલતદાર દાંતાના આદેશ અનુસાર રેવન્યુ સર્કલ અંબાજી અરુણાબેન શ્રીમાળી તેમજ રેવન્યુ તલાટી ચેતનાબેન અડાલજા સહીત પોલીસ કુમક સાથે સીલ કરી સરકાર હસ્તક કબ્જે કરી હતી.

તંત્રની નીતિ સામે આવતા પ્રજામાં તર્કવિતર્કો
અંબાજીની સરકારી જમીન પર ધાર્મિક સંસ્થાનોના માંગણીને ના મંજુર કરી સરકારી મિલ્કતનો કબ્જો સરકાર હસ્તક કરવામાં આવ્યો છે. જ્યારે દાંતા તાલુકા મથકના હાર્દસમા હાઇવે ટચ સરકારી રેવન્યુ સર્વે નંબર-21 પર એકજ વ્યક્તિનો ભાડા પટ્ટો વર્ષ 1992 માં પૂરો થયો હોવા સાથે આ સરકારી જમીનનો હેતુ ભંગ કરી વાણિજ્ય ઉપયોગ થતો હોવા છતાં તંત્ર દ્વારા દબાણ દૂર કરાતું નથી. જાહેર ઉપયોગમાં આવે તેવી મહામુલી સરકારી જમીનનું દબાણ દૂર કરવા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી પણ ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...