હીરાબાને શ્રદ્ધાંજલિ:અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજીને પુષ્પ અર્પણ કરી બે મિનિટનો મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ

અંબાજીએક મહિનો પહેલા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજી હીરાબા દેવલોક પામ્યા છે. ત્યારે સમગ્ર દેશ સહિત વડાપ્રધાન અને તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. જેને લઇને દેશના વિવિધ જગ્યાએ વડાપ્રધાનના માતાજી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે અંબાજી ખાતે પણ દેશના વડાપ્રધાનના માતાજી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રી શક્તિ વસાહત ખાતે અને શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજી હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં હીરાબાની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી દેશના વડાપ્રધાનના માતાજી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી પુષ્પ અર્પણ કર્યા હતા. શ્રી શક્તિ સેવા કેન્દ્ર પર લોકોએ બે મિનિટનો મૌન પાલી અને હીરાબાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...