ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું:અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોને ચૂંટણી અંગે તેમની કામગીરી વિશે સલાહ-સૂચનો અપાયા

અંબાજી16 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તો દરેક પાર્ટીઓના ઉમેદવારો પોતાનું જોર લગાવી મતદારોને પોતાની તરફ આકર્ષવાનું પ્રયત્ન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ અચ્છનીય બનાવ કે કોઈપણ જાતનું વાદ-વિવાદ ન સર્જાય તે માટે પોલીસ વિભાગ પણ ખડે પગે તૈનાત છે. આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને ચૂંટણી અંગે માહિતીગાર કરવામાં આવ્યું હતું.

આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં અંબાજીના પી.આઇ.ધવલ પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને હોમગાડોને ચૂંટણી અંગે તેમની કામગીરી અને યોગ્ય રીતે કામ કરવાની સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. તેથી ચૂંટણી દરિમયાન કોઈપણ પ્રકારનું અચ્છનીય બનાવ ન બને અને તેમને રોકવા માટે યોગ્ય કામગીરી કરી શકે.

અન્ય સમાચારો પણ છે...