પ્રભુતામાં પગલાં માંડ્યા:અંબાજી ખાતે આદિવાસી ડુંગરી ભીલ સમાજના સમૂહલગ્નમાં 59 નવયુગલ લગ્નગ્રંથીથી જોડાયા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાં સૌ પ્રથમવાર સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજના 59 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. - Divya Bhaskar
અંબાજીમાં સૌ પ્રથમવાર સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજના 59 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
  • મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે યોજાયેલ ઐતિહાસિક કાર્યક્રમમાં દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી

અંબાજીમાં સૌ પ્રથમવાર સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજના 59 નવયુગલો ગુરુવારે એકજ સામિયાણા નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

હિન્દવાસુરજ મહારાણા પ્રતાપની જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુરુવારે સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.61 યુગલોની નોંધણી થવા પામી હતી પરંતુ 59 નવદંપતિએ એક જ શામિયાણામાં લગ્નગ્રંથિના પવિત્ર બંધને બંધાયા હતા.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંત આયોજિત સમસ્ત હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમારંભના અધ્યક્ષસ્થાને મહારાજ કુમાર વિશ્વરાજસિંહજી મેવાડ અને ઉદ્ઘાટક તરીકે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ રામચંદ્રજી ખરાડી સહીત બનાસકાંઠા જીલ્લા અને રાજ્યના અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી ભોજનથી માંડી મંડપ અને મંગળસૂત્રથી માંડી કરિયાવરની દાનભેટ સરવાણી વહાવી હતી.

અન્ય સમાચારો પણ છે...