રાઇટર હેડનું હાર્ટ અટેકથી મોત:બનાસકાંઠાના દાતામાં પો.સ્ટે.માં રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા ASIનું હાર્ટ અટેકથી મોત; સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો

અંબાજીએક મહિનો પહેલા

સેવા સુરક્ષા અને શાંતિના ધૈર્ય પર પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી ગુજરાત પોલીસ રાત દિવસ જનતા માટે કામ કરતી હોય છે. જ્યારે તહેવારોમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. જેથી લોકોને કોઈ પણ અસુવિધા કે મુશ્કેલી ન ભોગવવી પડે. પરંતુ દિવાળીના પર્વ પર એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં હદાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર હેડનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. રાઇટર હેડના મોતથી સમગ્ર દાંતા તાલુકાના પોલીસ બેડામાં શોકનો માહોલ પ્રસરાયો છે.

પોલીસ બેડામાં દુઃખદ શોકની લહેર છવાઈ
દિવાળીના પર્વ પહેલા બનાસકાંઠાના દાતા તાલુકાના હદાડ ગામે એક દુઃખદ ઘટના સામે આવી હતી. દાંતા તાલુકાના હદાડ પોલીસ સ્ટેશનમાં રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ લલીત સદાભાઈનાઓનું ગુરૂવારે રાત્રે હાર્ટ અટેક આવવાના લીધે તેમનું દુઃખદ મોત થયું હતું. ત્યારે શુક્રવારે તેમના માદ રે વતન સાઢોસી ખાતે પોલીસ પરિવાર દ્વારા નમ આખોથી અંતિમ ક્રિયા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હડાદ પોલીસ સ્ટેશનના રાઇટર હેડ લલીત સદાભાઈનું મોત નીપજતા હદાડ પોલીસ મથક સહિત દાંતા તાલુકાના પોલીસ બેડામાં દુઃખદ શોકની લહેર છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...