શિવના રંગે રંગાઈ શક્તિની નગરી:શ્રાવણ મહિનાની શરુઆત થતા અંબાજીના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી; ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

અંબાજી10 દિવસ પહેલા

આજથી ગુજરાતમાં શરુ થતા પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતના તમામ શિવાલયોને વિશેષ શણગારવામાં આવ્યા છે. શિવભક્તો શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી મહાદેવને દૂધ અને જળથી જળાભિષેક કરી મહાદેવને રિઝનવવા શિવ મંદિરો પહુચ્યા હતા. શક્તિ નગરી અંબાજીમાં શિવની મહિમા અને શ્રાવણ માસમાં શિવ ભક્તો અલગ અલગ શિવ મંદિરોમાં દર્શન કરવા પહોંચ્યા છે.

પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરમાં ભક્તો ઉમટ્યાં
યાત્રાધામ અંબાજી નજીક 5 - 6 કિલોમીટરના અંતરાળે આવેલા કોટેશ્વર મહાદેવનું મંદીર અતિપૌરાણિક શિવ મંદિર છે. કોટેશ્વર ધામ તરીકે કોટેશ્વર મંદિર શિવભક્તો માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. અલોકીક પ્રકાર્તિક સૌંદર્ય વચ્ચે આવેલા કોટેશ્વર શિવ મંદિર હજારો વર્ષ જૂનું મંદિર ગણાય છે. અંબાજીના કોટેશ્વર મંદિરના પહાડોમાં સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન અંબાજીના કોટેશ્વરમાં છે. અંબાજીમાં કોટેશ્વર મહાદેવ મંદિરના કુદરતી સૌંદર્ય વચ્ચે સરસ્વતી નદીમાં શિવની ભક્તિમય માહોલમાં શક્તિ નગરી અંબાજી મહાદેવના ભક્તોને આકર્ષિત કરે છે. ગુજરાતી પવિત્ર શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવ અને અંબાજી મંદિરમાં અંબિકેશ્વર મહાદેવમાં શિવભક્તોની ભક્તિથી શિવાલયોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ
પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ
સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન
સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન
શ્રાવણ મહિનામાં શિવને રિઝવવા ભક્તો દૂધ અને જળથી શિવલિંગ પર અભિષેક કરી રહ્યા છે
શ્રાવણ મહિનામાં શિવને રિઝવવા ભક્તો દૂધ અને જળથી શિવલિંગ પર અભિષેક કરી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...