ગમખ્વાર અકસ્માત:અંબાજીના કૈલાશ ટેકરી ઢાલ પાસે હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

અંબાજી10 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે અકસ્માતની બે ઘટનાઓ સામે આવી હતી. કૈલાસ ટેકરીના ઠાળ પાસે હાઇવે માર્ગ પર બનેલી બંને ઘટનાઓ અલગ અલગ સમયમાં બની હતી. તો બન્ને ઘટનાઓનું સ્થળ કૈલાસ ટેકરી પાસે ઢાળ પર હાઇવે માર્ગ હતો. અંબાજીના કૈલાશ ટેકરી પાસે હાઇવે માર્ગ પર અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતાં અંબાજીના સ્થાનિક લોકો દ્વારા કૈલાશ ટેકરી ઢાળ પાસે સ્પીડ બ્રેકરની માંગ કરી છે. જેથી અંબાજી તરફથી આવતા તેજ સ્પીડ વાહનોના સ્પીડ પર કાબુ મેળવી ઓવર સ્પીડના લીધે થનાર અકસ્માતોને રોકી શકાય.

અકસ્માતમાં સદનસીબે કોઈપણ જાનહાની થઈ નહોતી
ગઈકાલે મોડી રાત્રે અંબાજીના કૈલાશ ટેકરી ઢાળ પાસે હાઇવે માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે સર્જાયા અકસ્માતમાં બંને કાર એકબીજાથી અથડાતા એક કારમાં આગ લાગતા કાર બળીને ખાસ થઈ હતી. કારમાં સવાર બે લોકોને મામુલી ઇજાઓ થતા અંબાજીના કોટેજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તો આગ લાગેલી કારમાં સવાર કાર ચાલક ઘટના બનતા કારથી ઉતરી ઘટના સ્થળેથી દોડી ભાગ્યો હતો .ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડે આવી હતી અને આગ લાગેલી કારમાં આગ પર કાબુ મેળવ્યો હતો. તો સાથે સાથે ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તો સાથે સાથે સમગ્ર મામલાની છાન્બીન કરી વધુ આગળની તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે બનેલી અકસ્માતમાં બંને કાર વચ્ચે અકસ્માતમાં સદનસીબે કોઈપણ જાનહાની થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...