બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી નજીક શીતળા માતાના મંદિર પાસે સોમવારના સાંજના સુમારે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે 108 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સદનશીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી
બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વાત કરવામાં આવે તો દાંતા વિસ્તારના મહત્તમ માર્ગો વળાંકો અને ઢળાવાળા હોય અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે અંબાજી નજીક શીતળા માતાના મંદિર પાસે સોમવારના સાંજના સુમારે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે 108 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અંબાજી નજીક શીતળા માતાના મંદિર પાસે અંબાજી તરફથી જઈ રહેલી બાઈક અને આબુરોડ તરફથી આવી રહેલી બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ આસપાસના લોકો અને રાહદારીઓને તથા મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા. સદનશીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.