વાતાવરણમાં ભળ્યો ભક્તિનો રંગ:અંબાજીના શિવમંદિરો બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા, રાજસ્થાની શ્રાવણ માસમાં ભક્તો મહાદેવને રિઝવવા પહોંચ્યા

અંબાજી24 દિવસ પહેલા
  • અંબાજીના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બાબાના ભક્તોની ભીડ જોવા મળી

અંબાજી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલું છે. ગુજરાતના અંબાજીમાં મોટી સંખ્યામાં રાજસ્થાની લોકો વસવાટ કરે છે. જ્યારે અંબાજી ખાતે રાજસ્થાની શ્રાવણ માસમાં ભક્તો મહાદેવને રિઝવવા પહોંચ્યા છે. અંબાજીના વિવિધ શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા. રાજસ્થાની શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે અનેક ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા શિવ મંદિરે પહોંચ્યા હતા. સાથે જ મહાદેવનો જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. અંબાજીના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બાબાના ભક્તોની ભીડ જોવા મળી હતી.

ભક્તો શિવની ભક્તિના રંગે રંગાયા
અંબાજી વિસ્તારમાં આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં શિવની આરાધના કરતા શિવ ભક્તોના દ્રશ્યો સામે આવ્યા હતા. શિવભક્તોમાં શ્રાવણ માસનું અનેરુ મહત્વ છે. અંબાજીના વિવિધ શિવાલયોમાં ભક્તો શિવની ભક્તિના રંગે રંગાયા છે.

અન્ય સમાચારો પણ છે...