પહાડી વિસ્તારોનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું:પહાડોના અલૌકિક નજારાઓ વચ્ચે અંબાજી હિલ સ્ટેશનમાં ફેરવાયું, ભારે વરસાદને પગલે તળાવો-ચેકડેમ છલકાયા

અંબાજી17 દિવસ પહેલા
  • દર્શનાર્થીઓ કુદરતી સૌંદર્ય અને નદીઓના પાણીના અદભૂત નજારા જોઈ હિલ સ્ટેશન જેવી મજા માણી રહ્યા

શક્તિ ભક્તિ અને આસ્થાની નગરી યાત્રાધામ અંબાજી વિશ્વ વિખ્યાત છે. અંબાજી દર રોજ હજારોની સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શનાથે આવી ધન્યતા અનુભતા હોય છે. વરસાદી માહોલમાં અંબાજીના માર્ગો અને પહાડી વિસ્તારો ખીલી ઉઠ્યા છે. હાલમાં અંબાજીના પહાડી વિસ્તારોના અલૌકિક નજારા હિલ સ્ટેશન જેવા લાગી રહ્યા છે. અંબાજીના આજુ બાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ સોળે કલાઓ ખીલી ઉઠ્યા છે.

નગરીના પહાડી વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યા
ગુજરાતમાં ભારે વરસાદ અને બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત થયેલા વરસાદથી અંબાજી નગરીના પહાડી વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યા છે. તો બીજી બાજુ અંબાજી નજીકના નદી-નાળાઓ વરસાદી પાણીના ઉફાણ મારી રહ્યા છે. અંબાજીમાં નજીક આવેલા પહાડી વિસ્તારો હરિયાળીથી ભરાઈ ગયા છે. તો સતત વરસેલા વરસાદના લીધે ચેકડેમો અને તળાવો છલકાઈ રહ્યા છે. હાલમાં વરસાદ માહોલ વચ્ચે અંબાજી નગરીના રમણીય નજારો જોવા મળી રહ્યા છે. અંબાજી આવતા દર્શનાર્થીઓ કુદરતી સૌંદર્ય અને નદીઓના પાણીના અદભુત નજારા જોઈ એક હિલ સ્ટેશન જેવા મજા માણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...