વરસાદની ધમાકેદાર બેટિંગ:અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ; શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અંબાજી25 દિવસ પહેલા

આજે દિવસ અંબાજીમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. દિવસે કાળા ડિબાંગ વાદળો છવાતા અંબાજીમાં અંધારપટ છવાયું હતું. તેજ પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. વરસાદના કારણે ઠેર-ઠેર પાણીના ભરાવા સાથે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. અંબાજીમાં દિવસે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી.

યાત્રાધામ અંબાજીમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજીમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદની શરૂઆત થઈ હતી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગના લીધે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. તો અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. અંબાજીમાં ભારે વરસાદ વરસતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજીમાં દિવસભર ઉકળાટ બાદ બપોરે ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...