વિવાદિત ટિપ્પણી સામે ભાજપમાં રોષ:કોંગી નેતાએ રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દનો ઉપયોગ કરતા અંબાજી ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

અંબાજી20 દિવસ પહેલા
  • સોનિયા ગાંધી માફી માંગે, અધિરંજન ચૌધરી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરાયા

અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભાજપ આગેવાનોએ ભારે રોષ સાથે કોંગ્રેસ સામે નારેબાજી કરી હતી. કોંગી નેતા અધિરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ માટે અશોભનીય શબ્દનો ઉપયોગ કરતા આ વિરોધ પ્રદર્શન કરાયું. ઉપરાંત સોનિયા ગાંધી માફી માંગે, અધિરંજન ચૌધરી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા.

કોંગ્રેસ સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ
ભાજપ મહિલાઓ સહિત યુવા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે રોષ ઠાલવતા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સોનિયા ગાંધી, અધિરંજન ચૌધરી અને કોંગ્રેસ સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...