ત્રિસુલીયા ઘાટનો રમણીય નજારો:અંબાજી દાંતાના પહાડો અને જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલ્યા, ​​​​​​​લોકો કુદરતી સૌંદર્યનો આનંદ મેળવતા નજરે ચડ્યાં

અંબાજી23 દિવસ પહેલા
  • વરસાદી સીઝનની શરૂઆતમાં જ છોડ વૃક્ષ અને પહાડી વિસ્તારોમાં એક અલગ જ નજારો જોવા મળ્યો

અંબાજી દાંતાના પહાડો અને જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલ્યા ઉઠયો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે અંબાજી અને દાંતાના પહાડી વિસ્તાર હરિયાળીથી ખીલી ઉઠયા છે. વરસાદી માહોલ વચ્ચે અંબાજી દાંતાના પહાડોના રમણીય નજારો જોવા મળી રયો છે. અંબાજી દાંતા વચ્ચે આવેલા ત્રિસુલીયા ઘાટ પર વ્યુ પોઇન્ટ પર લોકો વરસાદી માહોલની મજા માળી રહ્યાં છે. સાથે સાથે કુદરતી સૌંદર્યનો આનંદ પણ મેળવી રહ્યાં છે.

પહાડો પર વરસાદી વાતાવરણએ અલગ નજારો ઊભો કર્યો
દાંતા અંબાજી વિસ્તારમાં આવેલ પહાડો પર વરસાદી વાતાવરણે અલગ નજારો ઊભો કર્યો છે. સાથે જ વરસાદનું આગમન થતાં જંગલ વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી સીઝનની શરૂઆતમાં જ છોડ વૃક્ષ અને પહાડી વિસ્તારોમાં એક અલગ જ નજારો જોવા મળ્યો છે.

વાતાવરણને જોઈ યાત્રિકો ગદગદ થયા
દાંતા વિસ્તારમાં મેઘરાજાની મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રીને લઇ વૃક્ષ અને પહાડો પણ વરસાદી માહોલનો આનંદ માણતા હોય તેવું વાતાવરણ હાલમાં દેખાઈ રહ્યું છે. અનેક યાત્રિકો આ વાતાવરણને જોઈ ગદગદ થયા. દાંતા વિસ્તારમાં મેઘ રાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે અંબાજી અને આજુ બાજુના પહાડી વિસ્તારો હરિયાળીથી ઢકાઈ જતા સુંદર નજારો જોવા મળી રયો છે.

અન્ય સમાચારો પણ છે...