આવેદન:ઉદયપુરના દરજીની હત્યાના વિરોધમાં આજે અંબાજી બંધ

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આવેદન અપાશે

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી યુવાનની હત્યાની ઘટનાને વખોડવા અને યાત્રાધામ અંબાજીમાં અશાંતધારો લાગુ કરવાના મુદ્દે અંબાજી હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી, આવેદનપત્ર અને અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું છે.

ઉદયપુર ખાતે બનેલી ઘટનાને વખોડવા અને વિરોધ પ્રદર્શિત કરી હિન્દૂ એકતા પ્રદર્શિત કરવાના ભાગરૂપે અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા શુક્રવારે સવારે ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ સાથે જ કનૈયાલાલની ઘટનાનો વિરોધ પ્રદર્શિત કરવા અંબાજીના રોજગાર-ધંધા પણ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જ્યારે યાત્રાધામ અંબાજીમાં અશાંતધારો લાગુ કરવાના મુદ્દે રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવશે તેવું અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિના લોકેશ જૈન તેમજ બકુલેશ શુકલએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...