કમોસમી વરસાદથી નુકશાનની ભીતિ:અંબાજી અને દાંતા પથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો; ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાંતા તાલુકામાં કમોસમી માવઠાને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાઓ સર્જાય છે. તો સાથે સાથે કમોસમી વરસાદી માહોલના લીધે ખેડૂત પુત્રો ચિંતામાં મુકાયા છે. આજે વહેલી સવારે દાંતા તાલુકામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી.

આજે વહેલી સવારે અંબાજી અને દાંતા પંથકમાં કમોસમી માવઠાની શરૂઆત થઈ હતી. તો દાંતા તાલુકામાં ભારે પવન અને વીજ ગાજ સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદને લઇ દાંતા તાલુકામાં ઘઉં ચણા અને જીરાના પાકને લઈ ખેડૂત પુત્રો ચિંતામાં મુકાયા છે.

તો સાથે સાથે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર કમોસમી વરસાદી માવઠાથી ખેડૂત પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. તો તેમના પાકને આ કમોસમી વરસાદના લીધે નુકસાન ભોગવવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આજે યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...