યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ઉપર ચઢી રહેલા કલોલના 78 વર્ષિય વૃદ્ધને ગબ્બર પર્વત ઉપર ચઢતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જ્યાં 108ની ટીમના મહિલા કર્મચારીએ 350 પગથિયા ચઢી તેમને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવ્યો હતો.
રવિવારે બપોરે 12.30 કલાકે ગાંધીનગર જિલ્લાના કલોલના ગોપાલરામો (78) ગબ્બર ઉપર ચડતા હતા અને અંદાજીત 370 પગથીયા ચડ્યા હતા. ત્યારે અચાનક છાતીના ભાગે દુખાવો થતાં તેમના સગા વહાલાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર 108 ને કોલ કર્યો હતો. કોલ મળતાં ઇએમટી અલકાબેન અને પાયલટ ગુલાબસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમણે 350 પગથિયા ચડીને ઉપર પહોચ્યા હતા. જ્યાં દર્દીને તપાસતાં માલૂમ પડ્યું હતું કે, તેમની છાતીમાં ખૂબ જ દુઃખાવો અને ચક્કર અને ઊલ્ટીઓ થતી હતી. આથી તરત જ સ્ટેચર પર લઈને પર્વત ઉપર થી નીચે ઉતર્યા બાદ એમ્બ્યુલન્સમાં લીધા હતા અને અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડોકટરની સલાહ મુજબ જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.