અંબાજી​​​​​​​માં દાનની સરવાણી વહી:માં અંબાના મંદિરનો ભંડારો છલકાયો, મહામેળાના ચોથા દિવસે 12 લાખ કરતા વધુ માઇભક્તો દર્શનાથે આવ્યા

અંબાજીએક મહિનો પહેલા

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓએ માં અંબાના ભંડારને છલકાવ્યો છે. સાથે સાથે પ્રસાદ થકી પણ અંબાજી મંદિરમાં કરોડોની આવક ઊભી થઈ છે.

અંબાજી પૂનમના ભાદરવીના મહામેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પદયાત્રીઓનો સમૂહ છે. શ્રદ્ધાળુઓ પણ લાખોની સંખ્યામાં આવી રહ્યા છે અને માં આંબાના ભંડારને છલકાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં એક કરોડ કરતાં પણ વધુ રોકડ માં અંબાના ભંડારમાં આવી છે. લાખો લોકોએ રોકડ સ્વરૂપે માતાજીને દાનની સરવાણી વહાવી છે. ત્યારે છેલ્લા ચાર દિવસમાં 11 લાખ કરતા વધુ લોકોએ દર્શન કર્યા છે અને અઢી કરોડ જેટલા રૂપિયાના પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે.હજુ પણ ભાદરવી મહામેળામાં લાખો પદયાત્રીકો આવશે અને માં અંબાના ભંડારને છલકાવશે.

અન્ય સમાચારો પણ છે...