ગ્રામજનો આક્ષેપો સાથે આક્રમક બન્યા:દાંતા તાલુકાના નાનાસડા ગામમાં ધરોઈની પાઇપલાઇનની પ્રોટેકશન દીવાલમાં ભરષ્ટચારના આક્ષેપો

અંબાજીએક મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાંતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમથી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.

દાંતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇનના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતને લઈને તેઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. રાત્રિના દરમિયાન પણ કામ ચાલુ હોવાનું ગામ લોકોએ આક્ષેપો કર્યા છે. ગામના પૂર્વ સરપંચ પણ કહી રહ્યાં છે કે, અમે અમારા ગામમાં ભ્રષ્ટાચાર ચાલવા દઈશું નહિ, થોડા વર્ષ અગાઉ બનેલી પાણીની પાઇપ લાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ વાત કરી છે.

દાંતા પાસે આવેલા નાનાસડા ગામની સીમમાં પુલ પાસે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે.પાણી પુરવઠાની પાઇપ અને પ્રોટેક્શન દિવાલમાં થઈ રહેલા કામને લઈને ગ્રામજનો કામના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી રહ્યા છે. પ્રોટેક્શન દિવાલની અંદર માટીનો મરડો નાખવામાં આવ્યો હોય તેવું ગામ લોકોના આક્ષેપો કરી રહ્યા છે. આ પ્રોટેક્શન દિવાલમાં વિજિલન્સ તપાસ થાય તેવી જનતાની માગ પણ ઉઠી છે.

બીજી તરફ દાંતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી અને કર્મચારીને પૂછતા તેમને આક્ષેપો ફગાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, એમને બાઈટ આપવાની સત્તા નથી ત્યારે હવે તપાસનો વિષય એ છે કે, સરકાર આ બાબતે ગ્રામજનોનાં આક્ષેપોની તપાસ કરાવે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા કામ કરીને નાણાનો દુરુપયોગ કર્યો હોય તેવા લોકોના અક્ષેપો થઈ રહ્યાં છે . વધુમાં કામ તાત્કાલિક બંધ કરવા લોકોની માગ ઉઠી છે. રાત્રીના સમયે કામ કરવાનું કારણ સમજાતું નથી.આ કામ જોતા એવું લાગી રહ્યું છે, જો સમાન્ય વરસાદ થાય તો પાઇપલાઇનનું ધોવાણ થાય. પૂર્વ સરપંચ પણ આ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે .જો ગામમાં પાઇપલાઇનનું કામ સારું નહીં કરવામાં આવે તો અમે લડત લડીશું.

અન્ય સમાચારો પણ છે...