દાંતામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:ઉમેદવારી ફોર્મ ખેંચવાની મુદત પૂરી, દાંતા વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

અંબાજી14 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પડધમ વાગી ગયા છે. તો હવે વિધાનસભા ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ચૂંટણી પ્રક્રિયા જેમ કે ઉમેદવારી ફોર્મ ભરવાથી લઇને ફોર્મ ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ પરિપૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગઈકાલે દાંતા 10 વિધાનસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં દાતા 10 વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

દાંતા 10 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી, ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારધી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બુમડિયા તો અપક્ષના ઉમેદવાર તરીકે ધ્રાંગી કાળાભાઈ વચ્ચે ચૂંટણી જંગ સર્જાશે. તો દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યુ કે કોણ કોના પર ભારી પડશે અને આખરે કોણ બાજી મારી જશે.

અન્ય સમાચારો પણ છે...