અંબાજી નજીક હાઈવે પર એક્સિડન્ટ:ટ્રેલર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત, ટાઇલ્સ ભરેલ ટ્રેલર પલટી મારતા 30 ફૂટ ખાડામાં પડ્યું

અંબાજી12 દિવસ પહેલા
  • ટાઇલ્સ ભરેલા ટ્રેલરને અંબાજીમાં નડ્યો અકસ્માત
  • અંબાજી નજીક સમાન ભરેલું ટ્રેલર ખાડામાં પડ્યું

અંબાજી નજીક આવેલા શીલતા માતા મંદિર પાસે રોડ પર ટ્રેલર પલટી મારતા રોડની સાઈડ 30 ફૂટ ખાડામાં પડ્યું હતુ. હિંમતનગરથી હરિયાણા જતા ટ્રેલરનો અંબાજીમાં અકસ્માત થયો હતો. હિંમતનગરથી ટાઇલ્સ ભરેલા ટ્રેલર જે હરિયાણા જવાનું હતુ. તે અંબાજી નજીક શીતળા માતા મંદિર નજીક પહોંચતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રાત્રે 3 વાગે અંબાજી નજીક રોડ પર પલટી મારતા 30 ફૂટ ખાડામાં પડ્યું. અકસ્માત થયેલુ ટ્રેલર ટૂટીને ભાગ્યું હતું. જ્યારે ટ્રેલર ચાલક અને એમના સાથીનો આબાદ બચાવ થયો હતો. અંબાજી નજીક આવેલા શીળાત માતા જોડે થયેલા ટ્રેલરનું અકસ્માતમાં ટ્રેલર અને માલ સમાન પૂર્ણતઃ ક્ષતિગ્રસ્ત થયું છે. જ્યારે અકસ્માતમાં ગરીમત એ રહી કે કોઈ જાનહાની નથી થઈ.

અન્ય સમાચારો પણ છે...