બોલ મારી અંબે, જય જય અંબે..:માંગણીઓ સ્વીકારાતાં દાંતા મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ અંબાજીના પગપાળા દર્શનાર્થે; માઁ અંબાને ધજા ચઢાવી આભાર વ્યક્ત કર્યો

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિવિધ વિભાગમાં નોકરીઓ કરતા કર્મચારીઓ અને સરકારી અધિકારીઓએ પોતાની માંગણીઓને લઈ છેલ્લા કેટલાય સમયથી ધરણા અને આંદોલનો કર્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં સરકાર તમામ વિભાગના કર્મચારીઓ અને વિવિધ સરકારી અધિકારીઓની માંગણીઓ ધીરે ધીરે સ્વીકારી તેમની માંગણીને પુરી કરવાની કોશિશો કરી રહી છે. જેથી દાતા તાલુકામાં મધ્યાહ્ન ભોજન સંચાલકો અને સ્ટાફ દ્વારા તેમની માંગણીઓ સ્વીકારાતા અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી માતાજીના મંદિરે ધજા ચડાવી હતી.

મધ્યાહ્ન ભોજન કર્મીઓએ માંના મંદિરે ધજા ચડાવી
​​​​​​​માંગણીઓ સંતોષાતાં વિવિધ વિભાગના કર્મચારીઓ અને સરકારી અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર સામે પોતાની માંગણીઓ રાખતા સરકારે તેમની જરૂરી માંગણીઓ સ્વીકારતા દાંતાના મધ્યાહ્ન ભોજનના સંચાલકો અને સ્ટાફ દાંતાથી અંબાજી સુધી પગપાળા કરી માં અંબાના મંદિરે પહોંચ્યા હતા. તો માતાજીના ચરણોમાં શીશ નમાવી માં અંબાનો આશીર્વાદ મેળવી મા અંબાના મંદિરના શિખરે ધજા ચડાવી હતી. ઉપરાંત સરકારે જરૂરી માંગણીઓને સ્વીકારતાં સરકારનો પણ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...