'ચીક્કી નાબૂદ કરો, મોહનથાળ પ્રસાદ ચાલુ કરો':અંબાજીના જાહેર રસ્તાઓ પર ચીક્કી નાબૂદ કરોના પોસ્ટર લાગ્યા; યાત્રિકોને મંદિરમાં મોહનથાળની માગ કરવા વિનંતી કરવામાં આવી

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મામલાને ચાર દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો અને આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબલ માગ છે કે, અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલુ થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચીક્કીના પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો.

યાત્રાધામ અંબાજીના અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા અંબાજીના ગ્રામજનો અને દેશભરમાંથી આવતા ભાવીભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. ત્યારે આજે સવારે અંબાજીના તમામ સર્કલો અને બજારો સહિતના મંદિરના મુખ્ય દ્વાર આગળ પણ ચીકીને નાબૂદ કરો અને મોહનથાળ રાજભોગને ફરીથી ચાલુ કરો તેવા પોસ્ટરો જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે અંબાજીના ઠેર ઠેર માર્ગે લાગેલા આ પોસ્ટરોમાં તમામ યાત્રિકોને પણ નમ્ર વિનંતી પણ કરવામાં આવી રહી છે કે, ચીકી લેવાનું ટાળો અને મોહનથાળના પ્રસાદની માંગણી કરો. તેવા લખાણ સાથેના પોસ્ટરો અંબાજીના તમામ જગ્યાએ લાગેલા જોવા મળી રહ્યા છે.