'આપ'ને મત આપવા લોકોને અપીલ:દાંતા 10-વિભાનસભા બેઠક પર AAPનો પ્રચાર-પ્રસાર શરૂ; હડાદ ખાતે રેલીનું આયોજન કરાયું

અંબાજી2 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, હવે વિધાનસભા ચૂંટણીને લઇ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તમામ પાર્ટીના ઉમેદવારો અને નેતાઓ પોતાની પાર્ટીના ઉમેદવારો માટે જોરશોરથી પસાર-પ્રચાર કરી રહ્યા છે. આજે દાતા તાલુકાના હડાદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરી જનતા વચ્ચે તેમના પ્રશ્નોને હલ કરવાનો વાયદો આપવામાં આવ્યો હતો. સાથે આપને વોટ આપવાનો આગ્રહ કર્યો હતો.

દાતાના હડાદ ખાતે પ્રસાર રેલીનું આયોજન
દાતા 10-વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવાર એમ કુલ 4 ઉમેદવારો ચુનાવી જંગી જંગ લડી રહ્યા છે. ત્યારે દાંતા 10-વિધાનસભા વિસ્તારમાં દરેક પાર્ટીઓ પોતાનું પ્રચાર-પ્રસાર કરી રહી છે. તો આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર બુમડીયા દ્વારા દાતા તાલુકાના હડાદ ગામે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

'આપ'ને મત આપવા લોકોને આગ્રહ કર્યો
દાતા તાલુકાના હડાદ ગામે લોકો વચ્ચે જઈ તેમને આમ આદમી પાર્ટીની કાર્યશૈલી અને જનતાને યોગ્ય શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની તમામ સુવિધાઓ યોગ્ય રીતે આપી જનતાની તકલીફોને દૂર કરશે તેવું આશ્વાસન આપી આમ આદમી પાર્ટીને મત આપવાનું આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...