લટકતો મૃતદેહ મળતા ચકચાર:અંબાજીના ગબ્બર પાછળ જંગલ વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળ્યો; અંબાજી પોલીસ તપાસમાં લાગી

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી ગબ્બર પાછળ જંગલ વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. ગબ્બરના પાછળના ભાગે જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ દેખાતાં સમગ્ર ઘટનાની જાણ અંબાજી પોલીસને કરવામાં આી હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અંબાજી ગબ્બર પાછળ અજાણ્યા યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. અંબાજી પોલીસે આ યુવક કોણ છે અને મરવા પાછળનું કારણ શું છે, તેને લઇ તપાસ અને તજવીજ હાથ ધરી હતી. અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા મરનાર યુવક મોરબી જિલ્લાનો સંદીપ પ્રભુભાઈ રાદડિયા હોવાનું માલુમ પડ્યું છે. સંદીપ નામનો યુવક ઘરે લેટર લખી અને નીકળ્યો હતો. અંબાજી પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી અને યુવકના કાકા અને ગામના સરપંચને યુવકનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...