અકસ્માત:દાંતાના મોટાસડા ગામ પાસે વાહનની ટક્કરે યુવકનું મોત

અંબાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરી જવા નીકળેલા યુવકને અકસ્માત નડ્યો

દાંતા તાલુકાના મોટાસડા નજીક મજુરી જવા નીકળેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોત થયું હતુ. આ અંગે મૃતકના ભાઇએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાંતા તાલુકાના મોટાસડાના વિજયભાઇ પોપટભાઇ સેનમા (ઉ.વ. 32) 31 ડિસેમ્બરના દિવસે મજુરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા.

દરમિયાન સાંજના સુમારે ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઇજા થતાં વિજયભાઇને 108 દ્વારા પાલનપુર અને ત્યાંથી અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંંગે વિનોદભાઇ પોપટભાઇ સેનમાએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...