સારા કર્મોનું સન્માન:અંબાજીમાં વરસાદી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું કરાયું વિશેષ સન્માન

અંબાજી2 મહિનો પહેલા

શુક્રવારની સાંજે અંબાજી મંદિરના 7 નંબર ગેટ સામે એક બાળકી પાણીમાં તણાતી હતી. તેને જોઈને મહિલા હોમગાર્ડે રાહ જોયા વગર પાણીમાં છલાંગ લગાવી બાળકીને વહેતા પામીમાં ડુબતા બચાવી નવજીવન આપ્યું હતું. તેથી નયના બેન નામના મહિલા હોમગાર્ડનું સમ્માન કરાયું હતું.

ઉચ્ચ અધિકારીઓએ મહિલાના કામને બિરદાવ્યું
ભાજપના નેતા સ્વરૂપભાઈ રાણા દ્વારા મહિલા હોમગાર્ડની સરાહાનીય કામગીરીને બીરદાવી અને મહિલા હોમગાર્ડનું સમ્માન કરાયું હતું. અંબાજી મંદિર સધન સુરક્ષાના પીએસઆઇ આર.કે વાણીયા ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી મંદિર સધન સુરક્ષાના અધિકારીઓની હાજરીમાં મહિલા કર્મીનું સન્માન કરાયું હતું. મહિલા હોમગાર્ડ નયના ડાયાણીની સુંદર કામગીરીને લોકોએ બિરદાવી હતી. સધન સુરક્ષાના અધિકારીઓએ પણ ફૂલમાળા પહેરાવી સન્માન કરાવાયું હતું. સ્વરૂપભાઈ રાણાની આગેવાની હેઠળ આ સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું. સઘન સુરક્ષાના પીએસઆઇ સહિત કર્મચારીઓએ મહિલા હોમગાર્ડની કામગીરીને બિરદાવી.

અન્ય સમાચારો પણ છે...