બેકરીની દુકાનમાં ચોરે હાથ સાફ કર્યો:દાંતામાં ચોરે દુકાનમાંથી રોકડ રકમ અને બીલની ચોરી કરી; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અંબાજી25 દિવસ પહેલા

હાલમા ઠંડીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે હાડ થીજવતી ઠંડીનો ફાયદો ચોરો ઉઠાવી રહ્યાં છે. ત્યારે ગઈકાલે દાંતામાં એક દુકાનમાં ચોરીની ઘટના બની હતી. ગઈ કાલે રાત્રે દાંતામાં આવેલી સેન્ટ્રલ બેકરી નામની દુકાનમાં ચોરો ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો.

ત્રણ-ચાર હજાર રૂપિયા અને બિલો લઈ ચોર ફરાર
દાંતામાં ચોર ટોળકી સક્રિય બની છે. ત્યારે ગઈકાલે રાત્રે ચોરે એક દુકાનમાં ઘુસી ચોરી કરવાની ઘટના સામે આવી છે. દાંતા ગામે સેન્ટ્રલ બેકરી નામની દુકાનમાં ચોર ઘુસી રાત્રિના સમયે રોકડ રકમ લઈ ફરાર થયો હતો. દાંતામાં આવેલી સેન્ટ્રલ બેકરી દુકાનમાં ગઈ રાત્રે ચોર ઘુસી અંદાજે ત્રણથી ચાર હજાર રૂપિયા અને બિલો લઈ ચોર ફરાર થયો હતો. દાંતામાં દુકાનમાં ચોરીની બનેલી આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...