આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ:અંબાજીમાં આંતરરષ્ટ્રીય આદિવાસી દિવસની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

અંબાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી જૂની કોલેજ ખાતે આદિવાસી સમાજના યુવાનોએ બેઠક યોજી

દાંતા તાલુકામાં આદિવાસી જનજાતિના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીના આજુ-બાજુના વિસ્તારોમાં આદિવાસી સમુદાયના લોકો રહેતા હોય છે. અંબાજીના આદિવાસી સમુદાયના યુવાનો દ્વારા અંબાજી જૂની કોલેજ ખાતે બેઠક યોજાઈ હતી. આવનાર 9 ઓગસ્ટના ના રોજ આંતરાષ્ટ્રીય આદિવાસી દિવસને લઈ અંબાજી ના આદિવાસી યુવાનો દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ હતી. અંબાજીમાં 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી અને એમની રુપ રેખા તૈયાર કરવા માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુંભારીયાના સરપંચ સહિત મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...