ધાર્મિક:પૂનમે વનવાસીઓની બલી પ્રથામાં આમૂલ પરિવર્તન; માં અંબાને મીઠો નેવૈદ્ય ધરાવાયો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂનમે અંબાજી વનવાસી ગરાસિયા પ્રજાથી ઉભરાયું હતું. - Divya Bhaskar
પૂનમે અંબાજી વનવાસી ગરાસિયા પ્રજાથી ઉભરાયું હતું.
  • વનવાસીઓની જન મેદનીએ અંબાજીમાં ભારે આકર્ષણ જમાવ્યું

વૈશાખી પૂનમ અંબાજી અસંખ્ય વનવાસી ગરાસિયા પ્રજાથી ઉભરાયું હતું.પૂનમે માતાજીને વર્ષો જૂની જીવતા નર બકરાની બલી ચડાવવાની પરમ્પરામાં પણ આમૂલ પરિવર્તન જોવા મળ્યું હતું.જ્યા વનવાસીઓ દ્વારા માતાજીને મીઠો નેવૈદ્ય ચડાવી બધા આખડી પૂર્ણ કરવામાં આવી હતી.

વર્ષ દરમ્યાન આવતી એક વૈશાખી પૂનમ એટલે યાત્રાધામ અંબાજી માં અંબાને જીવતા નર બકરાની બલી ચડાવવાની પરમ્પરા વનવાસી ગરાશિયા કબીલાઓમાં સમાયેલી છે.બે દાયકા પૂર્વે નજર કરીયે તો અંબાજી આસપાસ સહીત સરહદી રાજસ્થાન પટ્ટીના વનવાસી ગરાસિયા જ્ઞાતિ દ્વારા પૂનમે યાત્રાધામ અંબાજીમાં ઠેર ઠેર પાંચસોથી પણ વધુજીવતા નર બકરાની બલી માં અંબાને ચડાવવામાં આવતી હતી. જોકે સમય અને સંજોગના સથવારે વનવાસીઓની આ ધાર્મિક પરમ્પરામાં પણ આમૂલ પરિવર્તન વર્તમાન પૂનમે જોવા મળ્યું હતું.

વનવાસીઓ દ્વારા ભાતીગળ પહેરવેશ અને કુટુંબ કબીલાઓ સાથે વિવિધ વાંજીત્રોની સુરાવલી સાથે માં અંબાને મીઠો નેવૈદ્ય ધરાવી વનવાસી શ્રદ્ધાળુઓએ બધા આખડી પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.

આદિવાસી આગેવાનોના મત મુજબ વનવાસીઓમાં કોઇ બીમારી સહિતની આપત્તિ માટે માતાજીને જીવતા નર બકરાની બલી ચડાવવાની પરમ્પરા પ્રાચીન પરમ્પરા મુજબ સમાયેલી છે. જેમાં પ્રથમ માતાજીને મીઠો નેવૈદ્ય ચડાવી માતાજીની સન્મુખ પણ અંબાજી માજ દૂરના અંતરે બકરાની બલી ચડાવવામાં આવતી હતી.પરંતુ સમય અને સંજોગને સાથે અંબાજી આવતા સેંકડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને પરિવર્તન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...