અંબાજી ગુજરાત અને રાજસ્થાનના સરહદે આવેલું ગામ છે. ગુજરાતમાં રાજસ્થાનથી આવેલી દારૂને છાપરી ચેક પોસ્ટ કે જાંબુડી ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન પકડવામાં આવતી હોય છે. અંબાજી પોલીસના વિસ્તારમાં પકડેલા દારુને પોલીસ દ્વારા કબજે કરી એક જગ્યાએ સંગ્રહ કરી લેવાતું હોય છે. ત્યાર બાદ સમય દરમિયાને અધિકારીઓની દેખરેખમાં પકડાયેલા દારુઓના જથ્થાને નાશ કરવામાં આવતો હોય છે.
વર્ષ દરમિયાન ઝડપાયેલ દારુનો નાશ કરાયો
અંબાજી માં વર્ષ 2021-22 માં પકડાયેલા વિદેશી દારુના જથ્થાને અંબાજીના રીછડિયામાં નાશ કરી દેવામાં આવ્યો. વર્ષ 2021-22 માં પકડાયેલા દારૂના જથ્થાની 25,000 હજાર ઉપરાંત વિદેશી બોટલોનો નાશ કરી દેવાયો હતો. આ નાશ કરેલી વિદેશી દારુના જથ્થાની કિંમત 72 લાખ ઉપરાંત હતી. અંબાજીના રીછડિયામાં દારુના જથ્થાને JCB મશીન દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. અંબાજી પોલીસના વિસ્તારમાં પકડાયેલા 2021-22માં વિદેશી દારુના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયામાં અંબાજી પોલીસ, દાંતા પ્રાંત અધિકારી ,dysp હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.