અંબાજીમાં ગોગ મહારાજની શોભાયાત્રા:પૂજા અર્ચના સાથે ધાર્મિક વિધિ વિધાનથી શોભાયાત્રા કાઢવામાં આવી; મોટી સંખ્યામાં ભૂદેવો સાથે સ્થાનિક લોકો જોડાયા

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજીમાં દરેક ધાર્મિક અને દેવી-દેવતાઓની શોભાયાત્રા ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવતી હોય છે. તો યાત્રાધામ અંબાજી ખાતે આવેલા સ્થાનિક લોકો અને ભૂદેવો પણ દરેક શોભાયાત્રામાં જોડાતા હોય છે.

મોટી સંખ્યામાં ભૂદેવો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા
આજે અંબાજી ખાતે આવેલા સંસ્કૃત પાઠશાળામાં ગોગ મહારાજની તસ્વીર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો અને પૂજારીઓ દ્વારા ધૂમધામથી ગોગ મહારાજની પૂજા અર્ચના સાથે વિધિ વિધાન અને ધાર્મિક વિધિ વિધાનથી આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો સંસ્કૃત પાઠશાળા અંબાજીથી દાંતા રોડ પર આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાઢવામાં આવી હતી. અંબાજીમાં નીકળેલી આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...