સેન સમાજની ભવ્ય શોભાયાત્રા:યાત્રાધામ અંબાજીમાં શોભાયાત્રા કાઢવામાં આવી; મોટી સંખ્યા સાથે માતાજીના શિખરે ધજા ચઢાવી

અંબાજી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ સમાજના લોકો વસવાટ કરતા હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કોઈ પણ ધાર્મિક ઉત્સવ કે પર્વ નિમિત્તે ધુમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે યાત્રાધામ અંબાજી ખાતે સેન સમાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

યાત્રાધામ અંબાજી ખાતે આજે સેન સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સેન સમાજના લોકો જોડાયા હતા. સેન સમાજના લોકો દ્વારા યાત્રાધામ અંબાજીના વિવિધ માર્ગોથી થઈને શોભાયાત્રા અંબાજી મંદિરના સાત નંબર ગેટ પર આવી પહોંચી હતી. ત્યારબાદ સેન સમાજના લોકો દ્વારા મા જગતજનની અંબાના દર્શન કરવા મંદિરમાં પહોંચ્યા હતા. મા જગતજનની અંબાના દર્શન કર્યા બાદ સેન સમાજના લોકો દ્વારા મા અંબાના મંદિરના શિખરે ધજા પણ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...