સાઇબર ક્રાઇમ:અંબાજીમાં પોલીસ કર્મીનું ફોન પણ થયું હેક, હેકર્સે પોલીસ કર્મીના સગા સંબંધીઓને ફોન કરી રૂપયાની માગણી કરી

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઇબર ક્રાઇમનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે હાલમાં દેશમાં વિવિધ રૂપે સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. તો અમુક હેકર્સ દ્વારા વિવિધ રૂપે પોતાનું એજન્ટાના ભાગરૂપે લોકો સાથે ઠગી કરતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો દાંતા તાલુકામાં પણ જોવા મળ્યો છે. અંબાજીના એક પોલીસ કર્મીનું ફોન ગઈ રાત્રે 11: 43 એ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યો હતો. તો હેકર્સ દ્વારા તેમના સગા સંબંધીને રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે પોલીસ કર્મીને પોતાનો ફોન હેક થવાની જાણ થતા પોલીસ કર્મી દ્વારા સાઇબર ક્રાઇમમાં જઈ પોતાનો ફોન હેક થવાની વિગતો આપી હતી.

અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ દલસંગજીનો શુક્રવારના રાત્રે 11:43 કલાકે ફોન હેક થયો હતો. જે બાબતે શનિવારના રોજ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા. જેને લઇ દલસંગજીને પૂછતા તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે 11:43 એ મારો ફોન હેક થયો હતો અને અજાણ્યા હેકરો દ્વારા મારો ફોન હેક કરી મારા સગા સંબંધીઓ જોડે પૈસાની માંગણી કરી હતી. જે બાબતે મને જાણ થતા શનિવારના સવારના સોમવારે મેં સાઇબર ક્રાઇમમાં જઈ અને મારો ફોન હેક થયો છે જે બાબતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...