અંબાજીના ગબ્બર પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. તો અંબાજીના ગબ્બરના અખંડ જ્યોતના દર્શન માટે રોપ-વેની સુવિધા પણ છે. તો અમુક માઇભક્તો પોતાની બાધા પુરી કરવા અને પોતાની શ્રદ્ધાને લઈ 1000 જેટલા પગથિયા ચઢી દર્શન કરતા હોય છે.
આજે એક માઇભક્ત ગબ્બર પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા પગથિયાંથી જતાં લગભગ અડધા રસ્તા પર તેમની તબિયત બગડી હતી. તેમના છાતીના ભાગે દુખાવો થતાં તેમના સગા સબંધીએ 108ને જાણ કરતા 108 ગબ્બર ખાતે દોડી આવી હતી અને 108ની ટીમે ગબ્બરના પગથિયાં ચઢી દર્દીને ડોક્ટરોની સલાહ પ્રમાણે જરૂરી સારવાર આપી હતી. 108ની ટીમે સરાહનીય કામગીરી કરી દર્દીનો જીવ બચાવી દર્દીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.