સરકારી અધિકારીઓની સેવાભાવના:અંબાજીના હડાદ રોડ પર પદયાત્રીને ટક્કર વાગતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સરકારી વાહનમાં સારવાર માટે લઇ ગયા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઇ છે. ત્યારે દૂર દૂરથી પદયાત્રિકો ચાલીને અંબાજી આવી રહ્યા છે. આજે હડાદ રોડ પર પદયાત્રિકો ચાલી રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઇક ચાલકે એક પદયાત્રીને ટક્કર મારી નાસી ગયો હતો.

મેળાને લઈ સ્વચ્છતાની સમિતિમાં જેમની ખુબ અગત્યની જવાબદારી છે. તેવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રસ્તાઓની સ્વચ્છતા બાબતે ચકાસણી માટે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પદયાત્રીને પડેલા જોઇ તે પદયાત્રીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાવવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી વાહનમાં હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ પદયાત્રીની સારવાર કરાવી હતી. જેની પદયાત્રિકોએ પ્રશંસા કરી આ સંવેદનશીલ અધિકારીની સેવાભાવનાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...